← Back
Home Resetગુજરાતી25 Nov 2026

"કામ આવશે" — 7 Lines I Keep Repeating to Every Overwhelmed Woman I Coach

દિવાળી ની સફાઈ ચાલુ છે. તમે stool પર ઊભા છો, ઉપર ના માળિયા માંથી એક bag ઉતારો છો. અંદર શું છે? બીજી plastic bags. Bag of bags. નીચે થી સાસુમા બોલે છે, "રાખજે, કામ આવશે."

અને તમે એ bag પાછી ઉપર મૂકી દો છો.

Sound familiar? મેં આ scene સેંકડો ઘરોમાં જોયો છે. મારા પોતાના ઘરમાં પણ.

Years of coaching women like you, ambitious, smart, managing office calls and tiffin and homework and in-laws, મને ખબર પડી કે અમુક lines હું વારંવાર બોલું છું. Workshops માં, WhatsApp voice notes માં, ક્યારેક તો મારી જાતને પણ. Recently I read a well-known minimalism writer sharing the quotes he can't stop repeating, and it made me think: what are mine?

So here they are. The 7 lines I keep coming back to, because they've changed my clients' homes and, honestly, their lives.

1. "Organizing થી solve થતું હોત, તો અત્યાર સુધી થઈ ગયું હોત."

તમે કેટલી વાર cupboard ગોઠવ્યું છે? Sarees ને colour-wise, dabbas ને size-wise, Instagram પર જોયેલા baskets લાવીને?

અને બે મહિના પછી? પાછું એ જ.

Organizing એટલે વસ્તુ ને એક જગ્યા એથી બીજી જગ્યાએ shift કરવી. Problem હટતો નથી, ફક્ત છુપાઈ જાય છે. જ્યાં સુધી વસ્તુ ઓછી ન થાય, ત્યાં સુધી ગોઠવણી temporary જ રહેવાની.

And here's the deeper truth. જો તમે આ cycle માં વારંવાર ફસાઓ છો, તો એ તમારી laziness નથી. એની પાછળ guilt છે, દર છે, "લોકો શું કહેશે" છે. એટલે જ મારા HDMI™ Method માં પહેલો અક્ષર H એટલે Holistic: ઘર, મન અને emotions ત્રણેય સાથે. If this is landing for you, I walk through this complete mind-and-home reset step by step in my free masterclass. It's the guided first step most women wish they'd taken years ago.

2. "કામ આવશે... પણ ક્યારે?"

આ આપણી Gujarati DNA માં છે. મમ્મી એ શીખવાડ્યું, નાની એ શીખવાડ્યું. Ghee ના ખાલી ડબ્બા, wedding ના boxes, 2014 ના charger wires.

હું "કામ આવશે" ને ખોટું નથી કહેતી. એ generation એ અભાવ જોયો હતો, એટલે સાચવવું જરૂરી હતું. But we are living a different life now.

તો next time જ્યારે તમારા મનમાં "કામ આવશે" આવે, ફક્ત એક સવાલ ઉમેરો: "ક્યારે? અને છેલ્લે ક્યારે આવ્યું હતું?" જો જવાબ નથી, તો તમારો જવાબ મળી ગયો.

3. "દરેક વસ્તુ એક જવાબદારી છે."

વસ્તુઓ શાંતિથી પડી નથી રહેતી. એ તમારી પાસે કંઈક માંગે છે: સાફ કરો, ગોઠવો, repair કરો, યાદ રાખો કે ક્યાં મૂકી.

Every extra thing in your house is a tiny tab open in your brain. અને પછી આપણે વિચારીએ છીએ કે હું આટલી થાકેલી કેમ છું, જ્યારે મેં "કંઈ કર્યું જ નથી"?

You did. You carried it all, silently.

4. "વસ્તુ રાખવા માટે નવી વસ્તુ લાવવી પડે, તો વસ્તુ વધારે છે."

Storage boxes, under-bed organizers, વધારા ના steel ના racks. આખી industry આપણા "ઓછું નથી કરવું" પર ચાલે છે.

My client Hetal (name changed) from Vadodara એક વાર Amazon cart માં ₹6,000 ના organizers સાથે મને call કર્યો. મેં કહ્યું, "Order કરતાં પહેલાં એક weekend આપો." એ weekend પછી cart ખાલી થઈ ગયું. Organizers ની જરૂર જ ના રહી.

5. "વસ્તુ ની કિંમત પૈસામાં નહીં, જિંદગી ના કલાકોમાં ચૂકવાય છે."

આ thought Thoreau નો છે, પણ મેં એને આપણી ભાષામાં બેસાડ્યો છે.

એ ₹2,000 નો sale વાળો kurta? એ ખરીદવા તમે કલાકો કામ કર્યું. પછી એને ધોવો, iron કરવો, cupboard માં જગ્યા બનાવવી, અને છેલ્લે guilt સાથે આપી દેવો. આગળ પણ સમય, પાછળ પણ સમય.

"તમારી પાસે સમય ઓછો નથી. તમારો સમય વસ્તુઓ ખાઈ જાય છે."

That time could be your morning walk. Your business idea. એ પુસ્તક જે તમે ક્યારેક લખવાના હતા.

6. "થોડું થોડું કરીને આખી જિંદગી declutter નથી કરવાનું."

"રોજ 10 minute કરીશ" sounds nice. પણ સાચું કહું? Most of my clients have been doing "થોડું થોડું" for five years.

Decluttering should have a beginning and an end. Maintenance હંમેશા રહેશે, જેમ રોજ ઝાડુ. પણ decluttering પૂરું થવું જોઈએ, જેથી તમારી real life શરૂ થઈ શકે.

7. "ઘર આરામ નું કારણ હોવું જોઈએ, tension નું નહીં."

આ line હું દરેક session ના અંતે બોલું છું.

આખો દિવસ તમે બધા માટે છો: daughter, wife, mother, boss, બહેન. Evening માં ઘરે આવો અને ઘર પણ તમારી પાસે કંઈક માંગે? એ fair નથી.

તમારું ઘર તમારું recharging station છે, launching pad છે. ત્યાંથી જ તમે તમારા biggest goals તરફ ઉડશો.

તો શરૂઆત ક્યાંથી કરવી? (HDMI™ in Action)

Quotes સારા લાગે, પણ ઘર quotes થી નહીં બદલાય. Action થી બદલાય. Here's a simple start:

  • H, Holistic: એક notebook લો. લખો કે ઘરનો કયો ખૂણો તમને સૌથી વધારે irritate કરે છે, અને કેમ. Emotion ઓળખો.
  • D, Declutter: ફક્ત એ એક ખૂણો. એક drawer, એક shelf. Timer નહીં, finish line રાખો.
  • M, Minimise: દરેક વસ્તુ ને પૂછો: "છેલ્લા એક વર્ષમાં વાપરી? ફરી ખરીદું?" બે વાર ના, તો જવા દો.
  • I, Intentional: આવતા 30 દિવસ કોઈ નવી વસ્તુ લાવતા પહેલાં 48 કલાક રાહ જુઓ.

જો તમારે આ live થતું જોવું હોય, એક real kitchen drawer કે saree cupboard કેવી રીતે declutter થાય, તો મેં our YouTube channel પર practical demos મૂક્યા છે. ઘણી વાર જોઈ લઈએ તો હિંમત આવી જાય.

Guilt વિશે બે શબ્દ

હું જાણું છું, મમ્મી એ આપેલી સાડી, સાસુમા નો dinner set, બાળકો ના પહેલા shoes. આ વસ્તુઓ નથી, યાદો છે.

તમારે બધું આપી દેવાનું નથી. Memory ને રાખો, clutter ને નહીં. એક memory box બનાવો, ફક્ત એક. જે એમાં સમાય, એ special. બાકી નું એના ફોટા પાડીને આગળ વધો.

And if you're someone who's ready to go beyond one drawer, to completely reset your home, mind and emotions over the long term with guidance and accountability, that's exactly what we do inside Chatur Rani Academy. No pressure. Only when you feel ready.

છેલ્લે, હવે તમારો વારો

આ 7 lines મારા છે. પણ મને ખાતરી છે કે તમારી પાસે પણ એક line છે, કોઈ મમ્મી ની કહેવત, કોઈ દાદી ની વાત, જેણે તમને ક્યારેક હળવા થવામાં મદદ કરી.

અને જો અત્યારે તમને લાગતું હોય કે "આ ફક્ત મારી સાથે જ થાય છે," તો એવું બિલકુલ નથી. સેંકડો women દરરોજ આ જ સફર કરી રહી છે, એકબીજાને હિંમત આપી રહી છે. Come share your favourite line and your first decluttered drawer with us in our WhatsApp community of women doing this together. I'll be there, cheering for you.

With love,
Rutu Thakkar